ગ્રામ્ય વિકાસમાં સહકારી મંડળીઓનો ફાળો (full)
આપણે ઈતિહાસમાં જોઈ ગયા કે ભારતનું અર્થતંત્ર ખેતી પર આધારીત છે . ભારત એક ખેતીપ્રધાન દેશ છે તેમજ ૭૦ થી ૮૦ % લોકો ( ખેડૂતો ) ખેતી પર નભે છે . પરંતુ આજના આ યુગમાં જુની બુધ્ધિક્ષમતાથી આધુનિકરણના પ્રવાહોને સ્વીકારીને સહકારી પ્રવૃતિને સારો વેગ આપેલ છે . આજના યુગમાં જેટલું Sprituality નું મહત્વ છે તેટલું જ Mordenisation નું પણ મહત્વ છે . પરંતુ જયારે બન્નેનાં સ્વીકાર થાય . ત્યારે – સમાજમાં ઘણા જ પરિવર્તનો લાવી શકાય છે . આજના બદલાતા જતાં આધુનિક યુગમાં દરેક ક્ષેત્રે હરણફાળ ઉદ્યોગ તથા ધંધાનો વિકાસ થતો જાય છે . નવી - નવી ટેકનોલોજી દિવસેને દિવસે બજારમાં આવતી જાય છે . આ તમામ નવીનીકરણને આપણે સહજ સ્વીકારીને ચાલવું પડશે તેમજ તેની ટેકનીકલ સમજ કેળવવી પડશે . જેથી કરીને કામકાજમાં સરળતા તથા ઝડપ આ બન્નેનો સમાવેશ કરી શકાય .
આપણે ભૂતકાળમાં જોઈ ગયા કે ભારત દેશમાં સહકારી પ્રવૃતિ તે જર્મનીના કાર્યરૂપી પદ્ધતિના આધારીત રચવામાં આવેલ છે , તેમજ ભારતના ખેડૂતો માટે ઈ.સ. ૧૯૦૪ માં ધિરાણ સહકારી મંડળીઓનો કાયદો અમલમાં મુકેલ છે . જેનો હેતુ કે જે તે વિસ્તારના ખેડૂતોને ઓછા વ્યાજ દરે ( વ્યાજબી દરે ) ખેતી માટેની લોનની વ્યવસ્થા , જંતુનાશક દવાઓ , બિયારણો , ખાતરો , તેલના ડબ્બા , ચા , અનાજ , ઉપરાંત ઘણી બધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બજાર કિંમત કરતાં વ્યાજબી દરે મંડળીના સભાસદોને મળી રહે , જેથી તેને પોતાના જ ઘર આંગણે મોટા ભાગની જરૂરિયાત મંડળીમાંથી સંતોષાય .
ઈ.સ. ૧૯૬૦ માં ગુજરાત રાજ્યની રચના થતા ગુજરાતમાં અનેક જગ્યાએ PACS અને LAMPS મંડળીઓનો વિકાસ થયેલ છે . સહકારના સિધ્ધાંત મુજબ “ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર ” જેને મજબુત બનાવવા તેમજ મંડળીઓને ટકાવી રાખવા અને સભાસદોને વધુ સારી સેવાઓ આપવા માટે PACS અને LAMPS મંડળીઓ સિવાય જિલ્લા તથા તાલુકા ખરીદ વેચાણ સંઘો , જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો , રાજય સહકારી બેંક , ખેતી બેંક , નાબાર્ડ બેંક ઉપરાંત સભાસદોના પશુપાલનના ધંધાને વેગ આપવા તથા ગૌણ આવકના સ્ત્રોત તરીકે પ્રાથમિકદૂધ મંડળીઓ , જિલ્લા દૂધ સંઘો તથા મિલ્ક માર્કેટીંગ ફેડરેશન અસ્તિત્વમાં આવ્યા . ઉપરાંત ખેડૂતોના પાકની સીધી ખરીદી તથા સારા ભાવે વેચાણના માધ્યમ તરીકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા રૂપાંતરિત સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી .
સહકારિતાના સિદ્ધાંતો તથા તેના તત્વો કે તેના મુલ્યોની સમજ ખૂબજ વિસ્તૃત છે . જેનું જ્ઞાન ત્રિ - સ્તરીય માળખાને હોવું જરૂરી છે . જેમાં ખાસ કરીને જ્યારે ભારતીય અર્થતંત્ર લોકશાહી પધ્ધતિથી કાર્ય કરે છે ત્યારે સહકારી સંસ્થાઓમા ખરેખર સભાસદો જ સાચા અર્થમાં ‘ મંડળીના માલિકો છે એ સત્યતા સ્વીકારવી રહીં . ગુજરાતમાં જ્યારે વૈદ્યનાથ કમિટિની ભલામણો તથા દેવામાફીની યોજનાઓ દ્વારા પુનઃ એકવાર ગ્રામ્ય લેવલ , તાલુકા લેવલ તથા જિલ્લા લેવલની સંસ્થાઓને જીવંત કરવાનો પ્રયાસ કરાયો હતો . તેમજ PACS અને LAMPS મંડળીઓને પોતાના પેટા કાયદામાં પોતાના કામકાજ તથા જવાબદારીમાં વધારો કરતાં ગુજરાતની ઘણી બધી સેવા સહકારી મંડળીઓએ ધંધાકીય વિકાસ અને આયોજનની નિતી . ( B DP ) અપનાવેલ છે , જેનો મુખ્ય હેતુ સભાસદોને મળતા લાભ , સેવાકીય પ્રવૃતિ , જીવન જરૂરિયાતમાં વધારો , નવીનીકરણ ,આધુનિકરણને જોડતી સ્પષ્ટ અને ઝડપી કામગીરીમાં વધારો કરવાનો છે . સભાસદને આજના યુગ પ્રમાણએ જેટલી જરૂરિયાતો છે તે તમામ પ્રયત્ન પુરા કરવાનો આશય છે . આજના હરીફાઈયુક્ત વર્તમાન પ્રવાહોમાં જો ટકી રહેવું હોય તો દેશમાં તથા રાજયોમાં સહકારી તથા ખાનગી સંસ્થાઓ સાથે સહકારી માળખામાં વૈવિધ્ય કરણ તથા નવિનીકરણ હોવુ જરૂરી છે .
આજની નવી આર્થિક નિતિમાં જેવી રીતે ખાનગીકરણ , વૈશ્વિકરણ , ઉદારીકરણ વગેરે પરીબળો દ્વારા ઉદ્યોગ ધંધા તથા અન્ય એકમોનો પ્રોત્સાહિત કરવા કે વિકાસ કરવા પ્રેરાયા હતા તેવી જ રીતે સહકારી અર્થતંત્રમાં પણ હવે હરીફાઈયુક્ત પરિસ્થિતીનો સામનો કરવા મંડળીઓમાં ધરખમ ફેરફાર કરવા જરૂરી છે . નફાના આશય સાથે ધંધાનો વિકાસ , સભાસદોનો આર્થિક તેમજ સામાજિક , વિકાસ , ગ્રામ્ય વિકાસ કરવો જરૂરી છે . આજના વિકસતા જતા સહકારી માળખા અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની એક PACS કે LAMPS મંડળી દ્વારા ઘણો ખરો વિકાસ શક્ય બન્યો છે . જેમ કે ગુજરાતમાં ઉત્તર તથા દક્ષિણની ઘણી મંડળીઓ પોતાના સભાસદોને ખુબ સારી અને સુવિધાયુક્ત સગવડો પુરી પાડે છે . દા.ત. મંડળીને પોતાનું ગોડાઉન, સભાસદને ખેતી કરવા માટે ટ્રેક્ટર ટોકન ભાડાથી , ડોક્ટરી સારવાર , વિમો , માલનો વિમો , માલનું વેચાણ , ઉત્તમ બિયારણ , જીવન જરૂરિયાતની ચીજ - વસ્તુઓ , ( ગ્રાહક સહકારી ભંડાર ) જેને સહકારી સુપર મોલ પણ કહે છે . ઉપરાંત ઘણી મંડળીઓ પાસે પોતાનો પેટ્રોલ પંપ , સસ્તા અનાજની દુકાન , લાઈટ બિલ કલેકશન, ટેલિફોન બિલ કલેકશનની સગવડ , બાયોગેસ પ્લાન્ટની યોજના લોખંડ તથા સિમેન્ટના પતરા , PV.C. પાઈપ , સળીયા , સિમેન્ટની એજન્સી , ગોડાઉન , ઈન્ડેન તથા ભારત ગેસ એજન્સીની સગવડ , કાપડ બજાર તેમજ સિઝન તથા તહેવારોમાં પતંગ , રાખડી , ફટાકડા વ , મુજબ ઘણી બધી સગવડો જે પોતાના સભાસદોને અપાય છે . મંડળી સભ્યો પાસેથી સાદી થાપણ મેળવે છે . તથા લોકરની સુવિધાનો લાભ પણ આપે છે . જેથી ગામનો ખેડૂત , ગામનો નાગરિક , સમૃધ્ધ બને , ગામનો પૈસો ગામમાં રહે અને ગ્રામવાસીઓના જીવનધોરણમાં સુધારો થાય તેવું કાર્ય આની તમામ મંડળીઓએ સ્વીકારવું રહ્યું .
PACS અને LAMPS મંડળીઓ સિવાય ગામના સભાસદો દ્વારા પ્રાથમિક દૂધ ઉત્પાદન સહકારી મંડળી , ફળ અને શાકભાજી ઉત્પાદન સહકારી મંડળી , નર્મદા સિંચાઈ ખેતી પિયત સહકારી મંડળી , ગ્રાહક સહકારી ભંડાર વગેરે દ્વારા સભ્યોને સારા વહીવટ , કામગીરી તથા કરકસરયુક્ત જીવનના મુલ્યો દ્વારા સર્વાગી વિકાસ કરવો શક્ય બને છે . આ તમામ ગ્રામ્ય વિસ્તારની મંડળીઓ મારફતે પોતાના ગામનો વિકાસ અથવા તો મંડળીના પોતાના ધર્માદા ફંડના રવરૂપમાં તેનો ઉપયોગ જાહેર હિત , સભ્યોના હિત , સમાજનો હિત સ્વરૂપે એક નાનકડા ગામને સ્વચ્છ , સુંદર , નમુનારૂપ તરીકે વિકસાવી શકાય છે .
ધન્યવાદ....જાય સહકાર
Comments
Post a Comment